5.Molecular Basis of Inheritance
hard

સુકોષકેન્દ્રી $m-RNA$ માં પશ્વ પ્રત્યાંકનીય ફેરફારો વર્ણવો.

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ કોષકેન્દ્રમાં ઓછામાં ઓછા ત્રણ પ્રકારના $RNA$ પોલિમરેઝ જોવા મળે છે (અંગિકાઓમાં જોવા મળતા $RNA$ પોલિમરેઝ સહિત). તેમાં સ્પષ્ટ શ્રમવિભાજન હોય છે. $RNA$ પોલિમરેઝ $I$ $rRNAS$ ( $28\,s$, $18\,s$ અને $5.8\,s$ )નું પ્રત્યાંકન કરે છે જયારે $RNA$ પોલિમરેઝ $III$ $tRNA$, $5srRNA$ અને $SnRNAs$ (small nuclear $RNAs$ ) ના પ્રત્યાકન માટે જવાબદાર છે. $RNA$ પોલિમરેઝ $II$ $mRNA$ ના પૂર્વ સ્વરૂપ હીટરોજીનસ ન્યુક્લિયર $RNA$ $(hnRNA)$ નું પ્રત્યાંકન કરે છે.

          $(ii)$ બીજી જટિલતા એ છે કે પ્રાથમિક પ્રત્યાંકનમાં એક્સોન અને ઈન્ટ્રૉન્સ બંને ધરાવે છે તથા તે બિનકાર્યકારી હોય છે. આથી તે વિશિષ્ટ પ્રક્રિયામાંથી પસાર થાય છે જેને સ્પ્લિસિંગ (splicing) કહે છે જેમાં ઈન્ટ્રોન્સ દૂર થઈ જાય છે અને એક્સોન એક નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે જોડાઈ જાય છે.

$hnRNA$ વધારાની પ્રક્રિયાઓ જેમકે કેપિંગ (capping) અને ટેઇલિંગ (tailing) માંથી પસાર થાય છે. કેપિંગમાં એક વિલક્ષણ ન્યુક્લિઓટાઈડ (મિથાઇલ ગ્વાનોસિન ટ્રાય ફૉસ્ફેટ) $hnRNA$ ના $5'$ છેડા પર જોડાય છે.

ટેઈલિંગમાં એડિનાઈલેટેડ સમૂહ $(200-300)$ સ્વતંત્ર રીતે ટેમ્પલેટના $3'$ છેડા પર ઉમેરાય છે. પૂર્ણ સંસાધિત $hnRNA$ ને હવે $mRNA$ કહેવાય છે, જે ભાષાંતરણ માટે કોષકેન્દ્રમાંથી સ્થળાંતરણ પામે છે

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.